Feb 16, 2010

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

દિલ પૂછે છે મારું,

અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે,
ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે.

આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારુ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડા ના પગાર છે,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ
કોઈનાય ઘરે ક્યાં જવાય છે,

હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે
દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા,
લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારુ, અરે
દોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે?
ઍક વાર તો દિલને સાંભળો,
બાકી મનતો કાયમ મુંજાય છે.

ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારુ, અરે
દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ ,
 સામે કબર દેખાય છે.

1 comment:

  1. Kabhi Waqt Guzarata tha,
    Kagaz ki 'Boat' banane me.
    Waqt to aaj bhi Guzarata hi hai,
    par sirf Kagaz ke 'Note' kamane me

    ReplyDelete