Feb 25, 2010
Sachin "God of cricket"
only one word for sachin . "legend"
"સચિન બેટિંગ કરતો હોય ત્યારે તમે કોઇ પણ પાપ કરો તો માફ થઇ જાય કારણ કે ખુદ ભગવાન પણ તેની બેટિંગ નિહાળતા હોય છે."
જેની પાસે શબ્દો ટૂંકા પડે, જેના જેવો સદીઓમાં એક જ વાર પાકે, જેના જેવી સિધ્ધિ હરકોઇનું સપનું બની ગયું છે તેવા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આજે તેની મહત્તાને યથાર્થ સાબિત કરી દેખાડી છે.
36 વર્ષની ઉંમર, 442 વન-ડે મેચ, 46 સદી, 93 અડધી સદી, 17,598 રન, 1927 ચોગ્ગા, 185 છગ્ગા...આવા સર્વોત્તમ સ્કોરના સ્વામી સચિન તેંડુલકરની કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. સચિને બુધવારે દક્ષિણ આફ્રિકા સામે એક દિવસીય મેચના ઇતિહાસમાં અણનમ બેવડી સદી ફટકારી તેના પ્રશંસકોને તદન ચકિત કરી દીધા છે.
સચિન હવે પહેલા જેવો આક્રમક નથી રહ્યો, સચિન હવે લાંબી ઇનિંગ્સ નથી રમી શકતો, સચિને હવે નિવૃતિ લઇ લેવી જોઇએ વગેરે વગેર જેવી આલોચના કરનાર ક્રિકેટના નિષ્ણાતોને તેણે જોરદાર તમાચો માર્યો છે.
કહેવાય છે કે આમ તો સચિન જરાક સળવળાટ કરે તો પણ એક નવો કિર્તિમાન સ્થાપિત થાય છે. ક્રિકેટના લગભગ તમામ રેકોર્ડ પર આજે તેનો કબ્જો છે. તેમાં પણ જે એક ઉણપ હતી તેને સચિને આજે પુરી કરી દીધી છે. વન-ડે ક્રિકેટમાં ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રી અને પાકિસ્તાનના સઇદ અનવરના સર્વોચ્ચ 194 રનના રેકોર્ડને સચિને આજે વટભેર તોડ્યો હતો, એટલું જ નહીં પણ અણનમ રહી બેવડી સદી પણ ફટટારી હતી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment