Jan 8, 2010

કિનારાનો સંબંધ


તારી અને મારી વચ્ચે આ કેવો સંબંધ છે??

હું આ કિનારે અને તું છેક સામ્મ્મ્મે….ના છેડે..!!!બે કિનારાનો સંબંધ છે આપણી વચ્ચે.!! કિનારા શેના છે એ તને ખબર છે? તને ના મળી શકું ત્યારે મન એક તલસાટ અનુભવે છે.કેટલીયે ખાલી ક્ષણો સમયના વચગાળામાં પસાર થઈ જાય છે.એ તલસાટના ગરમાવાથી ઘેરાતી ઉષ્ણતા આંખના રસ્તે ટપકી પડે છે.એક અકથનીય વાચાનો ખોબલે ખોબલા ભરેલો તલસાટ એક વિરાટ નદીમાં ફેરવાઈ જાય છે.

હવે સમજાયું તને? એ નદીના બે કિનારા એટલે હું અને તું.

જ્યાં સુધી આ રુદન છે ત્યાં સુધીનો આ સંબંધ કે જ્યાં સુધી આ સંબંધ છે ત્યાં સુધી આ રુદન?ખબર નથી પડતી આની મને.કારણ,નદીનું વહેવું તો જરુરી છે આપણી વચ્ચે.નહીંતો આપણે બે કિનારાઓ સુકાઈ જઈશું એના વગર.ઓહ..મતલબ,સામે કાંઠે રહીને એક-બીજાને જોયા કરો આમજ..બસ દૂર સુદૂર …ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!

1 comment:

  1. bas aavi ritej lakhto raheje sam . koi nahi to taru lakhelu to tari sathe aavsej.....

    ReplyDelete