Apr 13, 2010

(છેલ્લી એક તક આપી દે....)

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું.
આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી.
છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો.
એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.
‘હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે?
મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે?
મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘ અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
‘ અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’
ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’
મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.
બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું?
અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’
બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું.
પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.
‘ અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું?
મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું.
માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના,
હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;
એની દીલગીરી વ્યક્ત કર્યા વીના હું શી રીતે મરી શકું? જોને પેલા ખુણામાં કોઈક છાનાં આંસુ સારી રહ્યો છે.
અરે! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો.
સાવ નાકકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમના કારણે કદી ભેળા જ ન થયા.’
હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો.
મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.
‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે?
હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે?
ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ.
પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય?
ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘
હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.
‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ.
હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘
એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?
હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!”
પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે?
’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘
હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘
હું રડી પડું છું.
‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં.
મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું,
એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’
મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી.
‘અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’
---------------------------------------------------------------------------

મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું,
"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”
‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.
કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?


I don't want to feel guilty after I will die. I don't want to apologize that I have not told that I love you.  I don't want to apologize that I have not told my friends thanks for your helps. I would like to live today. Who knows what happen tomorrow. will tell u lots of if meet...otherwise chalate chalte mere ye geet yaad rakhana kabhi alavida na kahena..

Mar 15, 2010

SORRY

Hi frnds sorry hamnathi kai lakhi nathi sakto last month very busy with some social work. so now u can enjoy with my thoughts regularly.. hv a good day to mah all frnds.

Mar 8, 2010

Happy mother's day

" Human body can bear only upto 45 Del (unit) of pain
  But.. At the time of giving Birth, A woman feels upto
  57 Del (unit) of Pain.
  This's  similar to 20 Bones getting Fractured at a time."
  This is the secrifiese of your mom when u born
So,    

         " LOVE YOUR MOM" 
         till the end of your life
      

Feb 25, 2010

Sachin "God of cricket"



                                      only one word for sachin .  "legend"


"સચિન બેટિંગ કરતો હોય ત્યારે તમે કોઇ પણ પાપ કરો તો માફ થઇ જાય કારણ કે ખુદ ભગવાન પણ તેની બેટિંગ    નિહાળતા હોય છે."


જેની પાસે શબ્દો ટૂંકા પડે, જેના જેવો સદીઓમાં એક જ વાર પાકે, જેના જેવી સિધ્ધિ હરકોઇનું સપનું બની ગયું છે તેવા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આજે તેની મહત્તાને યથાર્થ સાબિત કરી દેખાડી છે.

36 વર્ષની ઉંમર, 442 વન-ડે મેચ, 46 સદી, 93 અડધી સદી, 17,598 રન, 1927 ચોગ્ગા, 185 છગ્ગા...આવા સર્વોત્તમ સ્કોરના સ્વામી સચિન તેંડુલકરની કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. સચિને બુધવારે દક્ષિણ આફ્રિકા સામે એક દિવસીય મેચના ઇતિહાસમાં અણનમ બેવડી સદી ફટકારી તેના પ્રશંસકોને તદન ચકિત કરી દીધા છે.

સચિન હવે પહેલા જેવો આક્રમક નથી રહ્યો, સચિન હવે લાંબી ઇનિંગ્સ નથી રમી શકતો, સચિને હવે નિવૃતિ લઇ લેવી જોઇએ વગેરે વગેર જેવી આલોચના કરનાર ક્રિકેટના નિષ્ણાતોને તેણે જોરદાર તમાચો માર્યો છે.

કહેવાય છે કે આમ તો સચિન જરાક સળવળાટ કરે તો પણ એક નવો કિર્તિમાન સ્થાપિત થાય છે. ક્રિકેટના લગભગ તમામ રેકોર્ડ પર આજે તેનો કબ્જો છે. તેમાં પણ જે એક ઉણપ હતી તેને સચિને આજે પુરી કરી દીધી છે. વન-ડે ક્રિકેટમાં ઝિમ્બાબ્વેના ચાર્લ્સ કોવેન્ટ્રી અને પાકિસ્તાનના સઇદ અનવરના સર્વોચ્ચ 194 રનના રેકોર્ડને સચિને આજે વટભેર તોડ્યો હતો, એટલું જ નહીં પણ અણનમ રહી બેવડી સદી પણ ફટટારી હતી




Feb 16, 2010

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

દિલ પૂછે છે મારું,

અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે,
ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે.

આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન ની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે.
દિલ પૂછે છે મારુ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડા ના પગાર છે,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મીત્રોથી પણ
કોઈનાય ઘરે ક્યાં જવાય છે,

હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પૂછે છે મારુ, અરે
દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા,
લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે?
દિલ પૂછે છે મારુ, અરે
દોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે?
ઍક વાર તો દિલને સાંભળો,
બાકી મનતો કાયમ મુંજાય છે.

ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે.
દિલ પૂછે છે મારુ, અરે
દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ ,
 સામે કબર દેખાય છે.

Feb 3, 2010

સંબંધો

"સંબંધોમાં જોડે રહેવાથી નહીં પરંતુ એકબીજાને સમજવાથી આધાર મળતો હોય છે
સંબંધો બાંધવા કે તૂટવા પાછળ કોઈ ચોક્કસ કારણો ન પણ હોય 
પરંતુ સંબંધો ટકવા પાછળ ચોક્કસ કારણો અચૂક હોય છે."

------------ સમિર ગોહિલ-----------

Feb 2, 2010

છુપાવો છો કેમ




પોતાના હાથો થી ચહેરો આમ છુપાવો છો કેમ?
મારાથી શરમાઓ છો તો સામે આવો છો કેમ?

ક્યારેક તમે પણ મારી જેમ કરી લો એકરાર,
પ્રેમ કરો છો તો પછી પ્રેમને છુપાવો છો કેમ?

જોઇ આંખોમા આંસુઓ ને મારા, રડો છો કેમ?
હ્રદય ભરાય જાય છે તો પછી તેને દુભાવો છો કેમ?

જ્યારે તકદીર છે મારી આનાથી પછી તમે,
મારા સામે થી આ ઝુલ્ફો હટાવો છો કેમ?

રોજ મરી મરી ને જીવવાનુ કહો છો કેમ?
મળવા આવો છો તો પછી પાછા જતા રહો છો કેમ? 

Jan 27, 2010

બદલવી છે દુનિયા



એક સાંજની વાત છે. સમંદર કિનારે રમતા બે નાના ભુલકા ભાઈ બહે છિપલા ભેગા કરતા હતા. બહેનને એક ઢિંગલિ અપાવવા બંને દુકાન પર ગયા.
બાળક- કાકા, આ ઢિંગલિ આપો
દુકાનદાર - રુપિયા ક્યાં બેટા.
બાળક - ખિસ્સામાંથી છિપલા કાઢી દુકાનદારના ટેબલ મુક્યા.
દુકાનદાર - સામે જોઈ હસ્યા.
બાળક - કેમ કાકા, ઓછા હોય તો બીજા આપુ.
દુકાનદાર - ના ના બેટા, આમાંથી તો વધી પડશે, એમ કહી થોડા છિપલા પાછા આપ્યા, અને ઢિંગલિ આપી. બાળકૉ ઢિંગલિ લઈ જતા રહ્યા.
અન્ય ગ્રાહક - અરે કાકા તમે આ બાળકો ને છિપલા ના બદલામાં આટલી મોંઘી ઢિંગલિ આપી દીધી.
દુકાનદાર - આ બાળકો મોટા થશે ત્યારે એ બાળકો ને યાદ આવશે કે અમે છિપલા બદલે ઢિંગલિ લઈ આવ્યા હતા, ત્યારે એ બીજા બાળકો ને છિપલા બદલે ઢિંગલિ આપશે.

જો અત્યારે એની પાસેથી છિનવી લેવામાં આવશે તો વિદ્રોહની આગ લઈને એ મોટા થશે, અને ત્યારે કહશે....

जला दो ईसे फुंक डालो ये दुनिया , मेरे सामने से हटा लो ये दुनिया |
तुम्हारी है तुम्ही संभलो ये दुनीया , मुजे अपनी अलग बसानी है दुनिया | 

       " હિમાંશુ વોરા "

Jan 25, 2010

માતૃવંદના


માં વિશે તમારું શું માનવું છે?
આ પ્રશ્ન અમે ઘણાં મિત્રોએ સાથે મળીને વિચારી જોયો. તેના જવાબો કાંઇક આમ હતાં.
મમતાનું મૂર્તીમંત સ્વરૂપ એટલે માતા,
માતા’ એ એક ઇશ્વરી શક્તિ છે, કે જે કોઇપણ સારી કે વિપરીત પરિસ્થિતિમાં પ્રત્યક્ષપણે આપણી સાથે રહે છે.
માં વગર અસ્તિત્વ શક્ય નથી. આજે સમાજમાં કોઇ એવું પ્રાણી નથી કે જેની ‘માં’ ન હોય, માટે તે પ્રભુ દ્વારા અપાયેલી અનન્ય અને અમૂલ્ય ભેટ છે.
નિસ્વાર્થ સ્નેહ અને લાગણીની અનરાધાર વર્ષા એટલે માં
માણસ ગમે તેટલો મોટો થઇ જાય, માં માટે એ કાયમ નાનકડું બાળક જ રહે છે. માં જેટલા અધિકારથી કોઇ બોલાવી શકે?
પણ આ બધા જવાબો ઉપર સૌ એક વાત પર સહમત થયા, અને એ કે “માં’ ની કોઇ વ્યાખ્યા ન હોઇ શકે. અને ખરેખર એ વાત સો ટકા સાચી છે. વ્યાખ્યા કરવા માટે પણ તેને અમુક વિશેષણો લગાડવા પડે, કોઇકની સાથે સરખામણી કરવી પડે. પણ માં ની સરખામણી કોની સાથે કરશો?
કોઇપણ યુગ કે સંસ્કૃતિની માતામાં, આજે પણ, પોતાના સંતાન પ્રત્યે માં સ્નેહ કે વાત્સલ્યમાં કોઇપણ આધુનિકતાનું પડ ચડ્યુ નથી. તેના કારણે જ માંનો સંબંધ આજે પણ એવો જ છે જેવો વિશ્વના પ્રથમ માં – સંતાન વચ્ચે હશે, એટલે કદાચ આ સંબંધની મહત્તા બીજા કોઇ પણ સંબંધ કરતા વધુ જ રહેવાની.
આપણી પાસે જે હોય તેની મહત્તા આપણે સરળતાથી સમજી શક્તા નથી. પણ જેની પાસે માં નથી તેને જોઇએ તો કદાચ એ અહેસાસ થાય કે ‘માતા’ વિનાના જીવનમાં અધૂરપ અને એકલતા ઝળક્યા કરતી હશે.
માતા કદી નિર્દય કે ક્રૂર હોતી નથી, સમાજના ડરથી કે “નામ” ને ખાતર ક્યારેક એમ થાય કે માતાને પોતાના સંતાનના જન્મ સાથે તેનાથી અલગ થવું પડે, પણ એ ચોક્કસ છે કે આવા સંજોગો છતાં, તેનું મન આમ કરવા ક્યારેય તૈયાર હોતું નથી. તે પણ ચોક્ક્સ પશ્ચાતાપના આંસુ જીવનભર વહાવ્યા કરતી હશે કારણકે ઇશ્વરની આ સૌથી મહાન ભેટને તે કદી પોતાના મનથી અલગ કરી શક્તી નથી.
માતાના બાળક પ્રત્યેના સ્નેહ અને તેની અપાર મમતા વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ હવે વાત એ છે કે આપણે તેના પ્રત્યે કેટલી વફાદારી અને સન્માન જાળવીએ છીએ. ઘણી વખત જોવાયું છે કે પુત્રના લગ્ન પછી આ સંબંધ પ્રત્યેના વલણમાં બદલાવ આવે છે. આજના ઘણા યુવાનો પોતાની માતાની બે મિત્રો વચ્ચે ઓળખાણ કરાવતા ખચકાય છે, હોઇ શકે કે માતા અભણ હોય, પણ એ માતા છે, આપણું જીવન, આપણી કારકીર્દી અને આપણો અભ્યાસ બધું તેને જ આભારી છે. શું આપણે માતાના આપણા પરના હજારો ઉપકારના બદલામાં આ સંકોચ ત્યાગી ન શકીએ? આપણે નાના હતા ત્યારે આપણી દરેક જીદ, માંગણી પૂરી કરનાર દ્વારા ઘડપણમાં બોલાયેલ સામાન્ય કટુવચન આપણે સહન ન કરી શકીએ? આપણી આંગળી પકડી ચાલતા શીખવનાર, જીવનમાર્ગ પર દરેક નાનામાં નાના વિઘ્નોથી બચાવનારની લાકડી આપણે શા માટે ન થઇ શકીએ?
આ પ્રશ્નોના જવાબ જો આપણે હકારમાં આપી શકીએ તો એ આપણી સાચી માતૃવંદના બની રહેશે.

કિનારા

એમની આંખ મા ઇશારા ઘણા હતા , 
પ્રેમ મા આમ તો સહારા ઘણા હતા, 
અમારે તો એમની આંખ ના દરિયા માં જ ડુબવુ હતુ, 
ઉભા જ રહેવુ હોત તો કિનારા ઘણા હતા.


" સમિર ગોહિલ "

યાદ ના આવે

સપના મા યાદ ના આવે તો સારુ દિલ મા ફરી દર્દ ના ઉપડે તો સારુ થાક્યો તારી રાહ જોઇને હવે આ દિલ પણ બોલી ઉઠ્યુ તુ હવે ક્યારેય ના આવે તો સારુ. " સમિર ગોહિલ "

Jan 21, 2010

પ્રિય મિત્રો

પ્રિય મિત્રો મારા આ બ્લોગ મા બીજા લેખકો કે જે સુદર રચના ઓ લખે તે પણ મુક્વામ આવી હોવાથી હુ તેમનો પણ ધન્યવાદ માનુ. મારો આશય ફક્ત તમને સુદર રચનાઓ પુરી પાડવાનો જ .......... 


" સમિર ગોહિલ "

Jan 20, 2010

મારી વહાલી દિકરી જે મારા માટે દિકરા સમાન તેને અર્પણ..


મારી વહાલી દિકરી આમ તો દુનિયા મા લોકો એક દિકરા નિ ઝંખના કરતા હોય પણ મારા માટે તો તુ જ મારુ જીવન I LOVE YOU મારા દિકરા



મારે તમને મળવું છે


ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે

Jan 16, 2010

સંબધો

જીવન માં ઘણા સંબધો હોવા જરુરી નથી પરંતુ જે સંબધો હોય તેમા જીવન હોવુ જરુરી 6.

જાતની સાથે






જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ


Jan 14, 2010

Happy uttarayan



Dear frnds
   wish u all very happy uttarayan. badha bahu patang chagavjo pan sathe dhyan pan rakjo ke koine dori vagi na jay. prabhu badha na jivan ma kayam tahevar jevu vatavaran rakhe evi mari aa subh divase prabhu ne prathna.

Jan 13, 2010

એવો કોઇ


એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું  એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

" માં "









  કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ




  દિલની કેટલી પાસે છે માઁ




  નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ




   હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ




  વાગે મને તો રડે છે માઁ




  એક અવાજમાં દોડીને આવે છે માઁ





  બધા કામ કરવા તૈયાર રહે છે માઁ




  થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ 




  સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ




   કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ




  તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ




   સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ




  માઁ ની મહિમા કેટલી ન્યારી છે




   માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે




  બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે




   બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે 




  કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ




   એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ 




  અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ




   જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.



Jan 12, 2010

છે હાથ હાથમાં




છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.


પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.


મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?
દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.


આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,
પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.


મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,
ફિતરત છે મારી આ ભલે આ દિલ  છે.


તું શબ્દ મારા છે અને છે શબ્દ મારા શ્વાસ,
જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

સમિર ગોહિલ "

જિંદગી




જિંદગી જાણે કેટલા વળાંક આપે  


દરેક વળાંક પર નવા સવાલ આપે 


શોધતા રહિયે આપણે જવાબ જિંદગી ભર 


જવાબ મળે તો જિંદગી સવાલ બદલી નાખે


" સમિર ગોહિલ "

Jan 11, 2010

નો’તી ખબર





ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર,
રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર.


વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે,
કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર.


એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.


વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા,
લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર.


ઠાલવ્યું’તું દિલ અમે દરિયો ગણીને એમને,
આમ પરપોટો થઈ ફૂટી જશે નો’તી ખબર.


એક અમથી વાત એનું કાળજું વીંધી ગઈ,
શબ્દ મારા બાણ થઈ છૂટી જશે નો’તી ખબર.



આ જગતનાં દર્દ પર રડવું હતું મારે ,
આંખમાંથી આંસુઓ ખૂટી જશે નો’તી ખબર

" સમિર ગોહિલ "

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?







જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?

પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?

હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?



" સમિર ગોહિલ "

તમે




તમે થશો નારાજ તો વધુ સતાવિશ,
તમારા વિચારો થકી હુ સપના માં આવિશ,
 મે તો લખ્યુ તમારુ નામ ખાસ મિત્રો માં, 
જો જો તમારી પાસે પણ લખાવિશ.  


" સમિર ગોહિલ "

મિત્રતા




 
મિત્રતા નવી પણ કબુલાત કોણ કરે? 
શબ્દો વધે મૈત્રિ ની રજુઆત કોણ કરે? 
વાત કરવા તત્પર બન્ને પણ, 
વાત કરવા ની શરુઆત કોણ કરે...



" સમિર ગોહિલ "

Jan 10, 2010

hi frnds

પ્રિય મિત્રો 2 દિવસ રજા હતી માટે ઓનલાઈન ના થઈ સક્યો .

Jan 8, 2010

કિનારાનો સંબંધ


તારી અને મારી વચ્ચે આ કેવો સંબંધ છે??

હું આ કિનારે અને તું છેક સામ્મ્મ્મે….ના છેડે..!!!બે કિનારાનો સંબંધ છે આપણી વચ્ચે.!! કિનારા શેના છે એ તને ખબર છે? તને ના મળી શકું ત્યારે મન એક તલસાટ અનુભવે છે.કેટલીયે ખાલી ક્ષણો સમયના વચગાળામાં પસાર થઈ જાય છે.એ તલસાટના ગરમાવાથી ઘેરાતી ઉષ્ણતા આંખના રસ્તે ટપકી પડે છે.એક અકથનીય વાચાનો ખોબલે ખોબલા ભરેલો તલસાટ એક વિરાટ નદીમાં ફેરવાઈ જાય છે.

હવે સમજાયું તને? એ નદીના બે કિનારા એટલે હું અને તું.

જ્યાં સુધી આ રુદન છે ત્યાં સુધીનો આ સંબંધ કે જ્યાં સુધી આ સંબંધ છે ત્યાં સુધી આ રુદન?ખબર નથી પડતી આની મને.કારણ,નદીનું વહેવું તો જરુરી છે આપણી વચ્ચે.નહીંતો આપણે બે કિનારાઓ સુકાઈ જઈશું એના વગર.ઓહ..મતલબ,સામે કાંઠે રહીને એક-બીજાને જોયા કરો આમજ..બસ દૂર સુદૂર …ક્ષિતિજ સુધી,અનંત સુધી …આ જ છે આપણા સંબંધની સચ્ચાઈ..!!

મારા વિષે

પ્રિય મિત્રો આમ તો મારા વિષે જાણવા જેવુ કશુ નથિ. પરંતુ કદાચ મારા વિચારો અહિ મુકવાથી મારુ અસ્તિત્વ મને પન આપ સૌ તરફથી જાણવા મલી સકે માટે મિત્રો આપ સૌ સાથ આપસો.




" જીવન મા ઍટલી બધી ભુલો ના કરવી જોઈઍ કે પેન્સિલ પહેલા રબર ઘસાઈ જાય"

---સમીર ગોહીલ---